Morbi,તા.08
ચેરમેન અજય લોરિયા દ્વારા મુખ્યમંત્રી, પ્રભારી અને ધારાસભ્યોને રજૂઆત
તાજેતરમાં મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગ્રામ્ય કક્ષાની મંજૂરીના પરિપત્ર બાબતે શાસક અને વિપક્ષે એકસૂરે વિરોધ નોંધાવ્યો હતો અને મંજુરી પરિપત્ર રદ કરવાની માંગ સાથે જીલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી અને ધારાસભ્યોને પત્ર લખી રજૂઆત કરી છે
પત્રમાં જણાવ્યું છે કે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ્ય કક્ષાએ બાંધકામ મંજુરી બાબતે સંદર્ભ ૧ થી ૩ કાર્યાલય આદેશ/સૂચનાઓ લગત કચેરીઓ લેખિતમાં આપવામાં આવેલ છે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા બાંધકામ મંજુરી બાબતે આપવામાં આવેલ આદેશ અંગે જણાવવાનું કે ગ્રામ્ય કક્ષાએથી બાંધકામ મંજુરી આપવા માટે ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે અથવા આપી શકાતી નથી જેથી જીલ્લામાં ચૂંટાયેલ પ્રતિનિધીઓને અનેક રજૂઆત મળી રહી છે તેમજ મોરબી જીલ્લાનો વિકાસ પણ રૂંધાઇ રહ્યો છે જેથી પરિપત્રો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવી માંગ કરી છે