Surendranagar,તા.19
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનાગોખરવાળા ગામે તા. 29-8-1999ના રોજ થયેલ મારામારી કેસમાં ચુડા કોર્ટે 1 આરોપીને 7-12-16ના રોજ 6 માસની સજા ફટકારી હતી. જેમાં લીંબડી એડીશનલ સેશન્સ કોર્ટમાં થયેલ અપીલમાં કોર્ટે ચુડા કોર્ટનો હુકમ માન્ય રાખતો ચુકાદો આપ્યો છે.ચૂડા તાલુકાના ગોખરવાળા ચોકડી પાસે હનુમાનજી મંદિર આવેલુ છે. આ મંદિરમાં વર્ષ જ્ઞાનગીરી ગુરૂમહંત સોમવારગીરી સેવાપુજા કરતા હતા.
તા. 29-8-1999ના રોજ અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી ગોખરવાળાના ભરત ભુરાભાઈ, વિક્રમ ભુરાભાઈ, રૂડા સીંધાભાઈ અને જગા વિરમભાઈએ લાકડી વડે જ્ઞાનગીરીને માર માર્યો હતો. જેમાં ભરતે છરી વડે હુમલો કરી જ્ઞાનગીરીને બગલમાં ઈજા પહોંચાડી હતી. આ અંગેનો કેસ ચુડા કોર્ટમાં ચાલી જતા તા. 7-12-16ના રોજ કોર્ટે આરોપી 6 માસની સજા ફટકારી હતી.
આ હુકમથી નારાજ થઈને તા. 6-1-17ના રોજ ભરત ભુરાભાઈ કોળીએ લીંબડી એડીશનલ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. આ અંગેનો કેસ તાજેતરમાં ચાલી જતા સરકારી વકીલ વાય.જે.યાજ્ઞીકની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ લીંબડી એડીશનલ સેશન્સ કોર્ટે ચૂડા કોર્ટે કરેલ હુકમ માન્ય રાખીને આરોપી ભરત કોળીને 6 માસની સજા સંભાળવી છે.

