New Delhi,તા.9
તહેવારો તથા ચોકકસ સિઝનમાં વિમાની ભાડામાં થતો તોતીંગ ભાડા વધારો રોકવા માટે ‘ભાડા મર્યાદા’લાગુ કરવામાં આવશે તેમ ડીરેકટોરેટ જનરલ ઓફ સીવીલ એવિએશન દ્વારા સંસદીય પેનલને જણાવવામાં આવ્યુ હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય તથા એરલાઈન્સનાં સીનીયર અધિકારીઓ સંસદીય ઝોનલ સમક્ષ હાજર થયા હતા. બેઠકમાં ઉંચા ભાડા તથા વિમાની સુરક્ષા વિશે ચિંતા દર્શાવવામાં આવી હતી. કેટલાંક સાંસદોએ બ્યુરો ઓફ સીવીલ એવીએશન સિકયુરીટીઝનું ઓડીટ કરાવવાની પણ માંગ કરી હતી.
એર ઈન્ડીયાના ચીફ એકઝીકયુટીવ કેમ્પબેલ વિલ્સને પેનલને એવી બાહેંધરી આપી હતી કે વિમાનમાં સીટ સહીતની ફરિયાદોનો બે વર્ષમાં સંપૂર્ણ ઉકેલ લાવવામાં આવશે.
બેઠકમાં સાંસદોએ ઉંચા વિમાની ભાડા પર પછતાળ પાડી હતી. મહાકુંભ, પહલગામ, વખતે ધરખમ ભાડાના દાખલા રજુ કર્યા હતા.