Junagadh તા.6
જુનાગઢમાં છાસવારે સિંહ જંગલ નજીકના વિસ્તારોમાં ઘુસી આવતા હોય છે. વધુ એક વિસ્તર સકકરબાગની પાછળ આવેલ કસ્તુરબા સોસાયટીમાં આવેલ માલધારીના ઢોરવાડામાં ઘુસી બે પશુઓનું મારણ કરતા ફફડાટ ફેલાયો છે. આ વિસ્તારમાં દિપડાઓ ચડી આવતા હોય તે બનાવ છાશવારે બનતા હતા. પરંતુ પ્રથમ વખત વહેલી સવારે સિંહએ બે પશુનું મારણ કરતા ફફડાટ ફેલાયો છે.
કસ્તુરબા સોસાયટીની શેરી નં.18ના છેવાડે રાજેન્દ્રભાઈ બચુભાઈ મકવાણા વાડો બનાવી પોતાના ઢોર સાથે રહે છે. વાડાના નજીક ગિરનાર જંગલની દિવાલ આવેલી છે. આગલા દિવસની વહેલી સવારે 5 કલાકે રાજેન્દ્રભાઈ ઢોરને દોહવાની તૈયારી કરતા હતા ત્યારે જંગલમાંથી આવી ચડેલા સિંહોએ વાડામાં ઘુસી એક ગાય અને બળદ બન્નેનો શિકાર કર્યો હતો અને પશુઓને ઢસડી જંગલ તરફ લઈ ગયો હતો.
જેની વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના લોકો ત્યાં પહોંચી તપાસ હાથ ધરી હતી. જયાથી સિંહો અંદર ઘુસ્યા ત્યાં એક મીટર ઉંચી દિવાલ હતી. તે દિવાલ તુટી ગયેલ હોય ત્યાંથી સિંહ નીકળી શહેરી વિસ્તારમાં ઘુસી આવે છે. બે માસ પહેલા વન વિભાગને આ દિવાલ તુટી જવા પામેલ તેની જાણ કરવા છતા દિવાલ બનાવવામાં આવી હતી.