Amreli,તા.21
અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરમાં પ્રથમવાર બિઝનેસને કેવી રીતે વેગ આપવો અને બિઝનેસને ઉચ્ચતર કેવી રીતે લઈ જવાના તમામ પ્રકારના આઈડીયા અને જરૂરી ટીપ્સ આપી હતી…આ બિઝનેસ સેમીનારમાં સાવરકુંડલા શહેર તેમજ અમરેલી જીલ્લામાંથી બિઝનેસનો,ઉધોગપતિઓ તેમજ દરેકના વેપાર ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રકારના વેપારીઓ ૪૫૦ વેપારીમિત્રોએ આ સેમીનારનો લાભ લીધો હતો…ઈન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર અશોક ગુજ્જર સાહેબ દ્વારા સુંદર રીતે ૩ કલાક સુધી વેપારીઓને ધંધાને વેગ મળે તે દિશામાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ. સાવરકુંડલા ખાતે પારેખ વાડી ખાતે આવેલ કાનજીબાપુ ઉપવનવાડી ખાતે ૪ વાગે સેમીનારનો શુભારંભ થયો. આ ઉપરાંત સ્વર સાધના ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાના સુમધુર મ્યુઝિક સાથે હિન્દી ગીતો સાંભળવાનો પણ ઉપસ્થિત તમામ વેપારી મિત્રોએ લ્હાવો લીધો.
આ સેમીનારના મુખ્ય સ્પોન્સર નિમેશ પટેલ તેમજ સહ સ્પોન્સર સાગર મશીનરી અને ગોકુલ જ્વેલર્સ તેમજ સાવરકુંડલાના પ્રથમ નાગરીક મેહુલભાઈ ત્રિવેદી,કલબ સ્થાપક લાયન કરશન ડોબરીયા,લાયન દેવચંદ કપોપરા,લાયન કમલ શેલાર (Zc),લાયન પ્રતિક નાકરાણી (પ્રેસિડેન્ટ),લાયન નિલેશ વાઘેલા,લાયન દિનેશ કારીયા,લાયન જતિન બનજારા,તેમજ સમગ્ર લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના તમામ મેમ્બર્સ હાજર રહીને કાર્યક્રમને ખૂબ સફળ બનાવેલ તેમ લાયન્સ કલબના ડીસ્ટ્રીક્ટ મેમ્બર્સ લાયન ભરત શેલડીયા, હાર્દિક પરમાર દ્વારા એક અખબારી જણાવવામાં આવેલ.