Morbi,તા.19
૧૫૬ બોટલ દારૂ અને ટ્રેલર સહીત ૨૧.૬૨ લાખના મુદામાલ સાથે બે ઝડપાયા
માળિયા (મી.) ભીમસર ચોકડી નજીક હાઈવે રોડ પરથી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવી લઇ જવાતો ઈંગ્લીશ દારૂની ૧૫૬ બોટલનો જથ્થો જપ્ત કરી પોલીસે દારૂ અને ટ્રેલર સહીત ૨૧.૬૨ લાખનો મુદામાલ કબજે લઈને ટ્રેલર ચાલક અને ક્લીનર એમ બે ઇસમોને ઝડપી લીધા છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સામખીયાળી તરફથી એક ટ્રેલર આરજે ૩૨ જીડી ૨૫૪૪ મોરબી તરફ આવે છે જેમાં તાલપત્રી બાંધેલ છે અને માટીની આડમાં દારૂ છુપાવી રાખ્યાની બાતમી મળતા ટીમે ભીમસર ચોકડી નજીક વોચ ગોઠવી હતી અને ટ્રક ટ્રેલરને રોકી ચેક કરતા ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૫૬ બોટલ કીમત રૂ ૧,૬૨,૬૬૦ મળી આવતા દારૂ અને ટ્રક ટ્રેલર કીમત રૂ ૨૦ લાખ સહીત કુલ રૂ ૨૧,૬૨,૬૬૦ નો મુદામાલ જપ્ત કર્યો છે ટ્રક ટ્રેલર ચાલક સોહનસિંગ નંદુસિંગ રાવત અને ક્લીનર જસવંતસિંગ નેપાલસિંગ રાવત રહે બંને રાજસ્થાન વાળાને ઝડપી લીધા છે માલ મોકલનાર આરોપી ઓમસિંગ ઉર્ફે ઓમ પ્રકાશ રાવત રહે રાજસ્થાન વાળાનં નામ ખુલતા આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે