Morbi,તા.03
લાતીપ્લોટ મેઈન રોડ પરથી પોલીસે રીક્ષામાં દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને દારૂની ૪૮ બોટલ અને રીક્ષા સહીત ૮૪ હજારનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ મેઈન રોડ પર શેરી નં ૧૨ માંથી ધોબી શેરી તરફ જતી રીક્ષાને આંતરી તલાશી લેતા દારૂની ૪૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો કીમત રૂ ૨૪ હજાર અને રીક્ષા કીમત રૂ ૬૦ હજાર મળીને કુલ રૂ ૮૪ હજારનો મુદામાલ કબજે લઈને આરોપી અવેશ રમજુ ચાનિયાને ઝડપી લીધો છે અન્ય આરોપી તૌફીક દાઉદ ચાનીયાનું નામ ખુલતા તપાસ ચલાવી છે