Morbi, તા.૨
છતર નજીક ત્રણ કારમાં દારૂની હેરાફેરી કરનાર ચાર ઇસમોને ટંકારા પોલીસે ઝડપી લીધા હતા પોલીસે સ્થળ પરથી ત્રણ કાર, ઈંગ્લીશ દારૂનો જથ્થો અને મોબાઈલ સહીત ૨૨.૪૦ લાખનો મુદામાલ કબજે લીધો છે એક આરોપી રેડ દરમિયાન નાસી ગયો હતો અને એક આરોપીનું નામ ખુલ્યું છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજકોટ મોરબી હાઈવે પર છતર ચેક પોસ્ટ પાસે ક્રેટા કાર જીજે ૦૫ આરએફ ૦૦૬૮, વરના કાર જીજે ૧૩ એન ૮૮૭૪ બંનેની તલાશી લેતી હતી ત્યારે કિયા કાર જીજે ૩૬ આર ૧૪૧૯ નો ચાલક પોલીસને જોઇને નાસી ગયો હતો પોલીસે ત્રણેય કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની સ્કોચની નાની મોટી કુલ બોટલ નંગ ૩૪૦ કીમત રૂ ૯,૭૫,૬૦૨ નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો, 3 કાર કીમત રૂ ૧૨.૫૦ લાખ અને 3 મોબાઈલ કીમત રૂ ૧૫,૦૦૦ મળીને કુલ રૂ ૨૨,૪૦,૬૦૨ નો મુદામાલ કબજે લીધો છે
સ્થળ પરથી આરોપી બાંકારામ મંગલારામ ભાભુ, રામનારાયણ મોબતારામ કાકડ રહે બંને રાજસ્થાન, અકીલ ફિરોજ સીડા રહે જુનાગઢ અને પ્રવીણ કેસરીમલ ગોદારા રહે રાજસ્થાન એમ ચાર ઇસમોને ઝડપી લીધા છે કિયા કારનો ચાલક નાસી ગયો હતો તેમજ અન્ય એક આરોપી અનીલ રૂગનાથ જાણી રહે રાજસ્થાન વાળાનું નામ ખુલતા ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે