Surendranagar,તા.01
પાટડી શહેરમાં એલીસીબી પોલીસે રેઇડ કરી ઓરડીમાંથી રૂ.૨.૫૦ લાખનો દારૂ ઝડપી પાડયો હતો. સ્થળ ફર આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે ગુનો નોંધી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સુરેન્દ્રનગર એલીસીબી પોલીસે બાતમીના આધારે પાટડી શહેરના દશામા પરા વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન પોલીસે દારૂની ૭૧૦ નાની બોટલ (૨,૧૯,૧૩૫) અને ૧૪૨ નંગ બિયર (રૂ.૩૧,૨૪૦) મળી રૂ.૨,૫૦,૩૭૫નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, રેઇડ દરમિયાન દારૂનો સંગ્રહ કરનાર શખ્સ અનિલ દશરથભાઈ તરેટીયા (રહે. પાટડી) સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલીસીબીએ રેઇડ કરાતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

