Mehsana,તા.૯
મહેસાણામાં મોટા છડા-ડભોડા રોડ પર અબુબકર મોમાજીભાઈના ફાર્મ પાસે કારમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની માહિતી એસએમસી (સ્ટેટ મોનીટરિંગ સેલ)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે કાર અટકાવી હતી. જેમાંથી પોલીસે રૂ. ૭,૪૦,૯૩૬ ની કિંમતની ૧૪૧૨ દારૂની બોટલો કબજે કરી હતી.
તે સિવાય પોલીસે બે મોબાઈલ, રોકડ રકમ અને બ્રેઝા કાર વગેરે મળીને કુલ રૂ. ૧૧,૫૨,૧૮૬ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં સિરોહીના આબુ રોડ ખાતે રહેતા મહીપતસિંહ કે ડાભીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સતલાસણા પોલીસ સ્ટેશન કરે છે.