પોલીસે દરોડો પાડીને રૂ.૭૮,૬૫,૦૮૨ ની કિંમતની ૬,૩૪૨ બોટલો તથા બે વાહનો મળીને કુલ રૂ. ૧,૧૩,૬૫,૦૮૨ નો મુદ્દામાલ કબજે કર્યો હતો
Surendranagar, તા.૨૮
સ્ટેટ મોનીટરીંગ સેલએ માહિતીને આધારે સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત ઠાકણીયા ગામની સીમમાં દરોડો પાડી બે વાહનોમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂના કટીંગ વખતે જ પોલીસે દરોડો પાડીને રૂ.૭૮,૬૫,૦૮૨ ની કિંમતની ૬,૩૪૨ બોટલો તથા બે વાહનો મળીને કુલ રૂ. ૧,૧૩,૬૫,૦૮૨ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જોકે આઠ શખ્સો ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. જેમાં દારૂનું કટીંગ કરનારા મુખ્ય આરોપી અને ચોટીલાના નાની મોલડી ગામના રહેવાસી દિલીપ બી.ધંધાલ, ટ્રકનો માલિક અને દારૂનો જથ્થો મોકલનારા શક્સો સહિત આઠ શખ્સોનો સમાવેશ થાય છે. આ કેસની વિધુ તપાસ સાયલા પોલીસ સ્ટેશન ચલાવે છે.