Junagadh તા.3
જુનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસે ગાંધીગ્રામ તથા પ્લાસવામાં રેડ કરતા રૂા.9.68 લાખનો વિદેશી દારૂ પકડી પાડયો હતો. જેમાં એકપણ બુટલેગર પોલીસને હાથ લાગવા પામ્યો ન હતો.
જુનાગઢના ગાંધીગ્રામ ખાતે રહેતો અલ્પેશ પાલા ગરચરે તેના મકાનમાં દારૂ ઉતાર્યાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા ફળીયામાં રહેલી કારમાંથી રૂા.5.08 લાખની કિંમતનો 600 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેમાં અલ્પેશ પાલા ગરચર અને ઋત્વિક ભીમા કોડીયાતર હાજર મળ્યા ન હતા.
બીજી રેડમાં ઋત્વીક ભીમા કોડીયાતર પ્લાસવાની સીમમાં દારૂના જથ્થાનું કટીંગ કરતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે રેડ કરતા 4.60 લાખની કિંમતનો 588 બોટલ દારૂ એક મેટાડોર મળી આવેલ ત્યાં પણ ઋત્વિક કોડીયાતર હાજર મળ્યો ન હતો. રૂા.8.60 લાખથી વધુ મુદામાલ કબ્જે કરી તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.