પાસા દરખાસ્ત મંજુર કરતા ક્રાઇમ બ્રાન્ચે ભુજ જેલ તળે ધકેલ્યો
Rajkot,તા.26
રાજકોટ શહેરના લિસ્ટેડ બુટલેગર સુરેશ દોલુ વીકમા પાસાના પાંજરે પુરાયો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તૈયાર કરવામાં આવેલી પાસા દરખાસ્તને પોલીસ કમિશનરે મંજૂરીની મહોર લગાવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બુટલેગરને ભુજ જિલ્લા જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બી બી બસીયા દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ નાબૂદ કરવા બુટલેગર વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલીયા, એમ એલ ડામોર અને સી એચ જાદવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. શક્તિસિંહ ચુડાસમાની ટીમે લિસ્ટેડ બુટલેગર સુરેશ દોલુ વિકમા (ઉ.વ.38 રહે નવાગામ આણંદપર,રાજકોટ)ની પાસા દરખાસ્ત યાદ કરતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા પાસા દરખાસ્તને મંજૂરી અપાતા બુટલેગરને ભુજ જિલ્લા જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો.
પાસા તળે ધકેલાયેલો બુટલેગર સુરેશ વીકમા વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં દારૂના ચાર ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ