Junagadh તા.6
ગત રવિવારની મોડી રાત્રીના 3-30 કલાકે ભારતી આશ્રમમાંથી પગપાળા નીકળી જંગલમાં જતા પહેલા 5 પાનાની સ્યુસાઈટ નોટ લખી 5 શખ્સોના ત્રાસથી મરવા જતા રહેલા ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવભારતી બાપુ (ઉ.40)ની ગઈકાલે બપોરના 10 કલાકે ઈટાવા ઘોડી કાળ ભૈરવ મંદિર પાસેથી મળી આવતા તંત્ર-પોલીસ- વન વિભાગ સહીતનાઓએ શાંતિનો શ્ર્વાસ લીધો હતો.
ગઈકાલે 300નો સ્ટાફ પોલીસ-વન વિભાગ સહિતનાઓએ જંગલ ખુંદવાનું કામ શરૂ કયું હતું. બેભાન, અશકત હાલતમાં મહાદેવ ભારતીને સિવિલમાં લાવવામાં આવ્યા હતા. એક બાજુ લીલી પરિક્રમા બીજી તરફ ભારતી આશ્રમના લઘુ મહંત મહામંડલેશ્વર મહાદેવભારતી જંગલમાં જતા રહેતા તેમના ગુરૂભાઈઓ ઈશ્વરાનંદભારતી (સરખેજ) વેદનાથભારતીજી (સુરેન્દ્રનગર)એ ભવનાથ પોલીસમાં આ અંગેની જાણ કરી હતી.
પોલીસને આશ્રમમાંથી 5 પાનાની સ્યુસાઈટ નોટ પણ મળી આવી હતી. પાંચ ટીમોએ સર્ચ ઓપરેશન શરૂ કરેલ. સોમવારની વહેલી સવારે 3-30 કલાકે બાપુનો ફોન આવેલ મે મને લઈ જાવ, હું જટાશંકરની જગ્યાની પાસે છું. પોલીસ સેવકો પહોંચ્યા ત્યારે બાપુ ત્યાં ન હતા. ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી હતી. ફરી ગઈકાલે 300ની ટીમે ઓપરેશન શરૂ કર્યુ હતું. રોપવે નજીક એસડીઆરએફ, હોમગાર્ડ, પોલીસ, વન વિભાગ, મહિલા બ્રીગેડની ટીમો જુદી જુદી જગ્યાએ 30-30 ટુકડીઓમાં જંગલમાં શોધ આદરી હતી.
ભવનાથ પીઆઈ એચ.કે. હુંબલ (મહિલા પીઆઈ)ના માર્ગદર્શન નીચે બાપુ ઈટાવા ઘોડી, કાળભૈરવ મંદિર પાસે પીએસઆઈ એ.પી. ડોડીયાની ટીમે બાપુને બેહોશ હાલતમાં શોધી કાઢયા હતા. ગઈકાલે 10ની આસપાસ બાપુ મળી આવતા પ્રથમ પાણી પાયુ હતું. પોલીસની જીપમાં જંગલમાંથી બહાર લાવી સીધા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં આઈસીયુમાં દાખલ કરાયા છે તેઓ સ્વસ્થ થયા બાદ પોલીસ નિવેદન લેશે.
સમાચાર મળતા ગુરૂ હરિહરાનંદજી ભારતી બાપુ, ગીરનાર મંડળના પ્રમુખ (અધ્યક્ષ) ઈન્દ્રભારતી બાપુ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પીઆઈ હુંબલના જણાવ્યા મુજબ બાપુ સ્વસ્થ થયા બાદ આટલા કલાકો તેઓ કયાં કયાં રહ્યા હતા તે અંગેની જાણકારી મળી શકશે. 80 કલાક જંગલમાં રહ્યા છતા રાનીપશુ, સિંહ, દિપડા, વરૂ સહિતનાઓથી હેમખેમ બચી જવા પામેલ તે ગીરનારનો ઉપકાર સંતોએ ગણાવ્યો હતો.
ઈન્દ્રભારતી બાપુના જણાવ્યા મુજબ ત્રણ ત્રણ દિવસ રાત પોલીસ, વન વિભાગે જહેમત ઉઠાવી બાપુને હેમખેમ શોધી લાવતા તેમના તેમજ તંત્રનો આભાર વ્યકત કર્યો હતો. બાપુ જયાંથી મળ્યા તે જગ્યાએ થોડી મીનીટો પહેલા બાઈક પેટ્રોલીંગમાં નીકળી ગયેલા જવાનોને મળવા પામ્યા ન હતા. પાછળ આવેલ પગપાળા પોલીસની ટીમને ઈટાવા ઘોડી નજીક કાળભૈરવ મંદિર પાસેથી મળી આવ્યા હતા.
રવિવાર તા.2/11ની વહેલી સવારે 3-47 કલાકે આશ્રમમાંથી બાપુ પગપાળા જંગલમાં રવાન, રવિવાર તા.2/11ના 11 કલાકે ગુરૂભાઈઓએ પોલીસ (ભવનાથ)માં જાણ કરી, રવિવાર તા.2/11ના સ્યુસાઈટ નોટ, સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા, 3/11ની રાત્રીના 3 કલાકે બાપુનો જટાશંકર તરફ હોવાનો ફોન આવ્યો, પોલીસ પહોંચી પણ બાપુ ન મળ્યા, મંગળવાર 4/11ના સીસીટીવી ચકાસ્યા વેરીફીકેશન કયું, બુધવાર તા.5/11ના 300 પોલીસ વન કર્મી મહિલા પોલીસ ડોગ સ્કવોર્ડ મો.સા.થી તપાસ તેજ કરાઈ, બુધવાર તા.5/11ના 10ની આજુબાજુ બાપુ મળી આવ્યા, 5/11ના બાપુ બપોરના પોલીસ ગાડીમાં સિવિલ લવાયા હતા.

