બેંક ઓફ ઈન્ડિયામાંથી ખરીદેલી કાર ની લોન ભરપાઈ કરવા આપેલો 17.85 લાખનો ચેક પરત ફર્યો તો
Rajkot,તા.09
બેંક ઓફ ઈન્ડિયામાંથી નવી કિયા સેલ્ટોસ કાર ખરીદવા લીધેલી લોન ભરપાઈ કરવા આપેલો 17.85 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપી રાકેશ જમનભાઈ વાછાણીને દોઢ વર્ષની જેલ સજા અને ચેક મુજબની રકમ વળતર તરીકે બેંકને ચૂકવી દેવા હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટના રાકેશ જમનભાઈ વાછાણીએ નવી કિયા સેલ્ટોસ જીટીએક્સ પ્લસ મોટરકાર ખરીદવા બેન્ક ઓફ ઇન્ડિયા પરા બજાર શાખામાંથી ૨કમ રૂા. ૧૭.૫૦ લાખની લોન લીધા બાદ લોનના હપ્તા ભર્યા ન હતા, ત્યારબાદ લોનની રકમ ભરપાઈ કરવા આપેલો રૂપિયા 17.50 લાખનો ચેક રાકેશ વાછાણીના ખાતામાં બેલેન્સ ન હોવાના કારણે તા. ૦૪/૦૪/૨૦૨૩ ના રોજ રિટર્ન થયો હતો, જેની બેંકે લીગલ નોટિસ આપ્યા છતા નોટિસનો જવાબ નહિ આપતા અને રકમ પણ નહીં ચૂકવતા, બેંકે આરોપી રાકેશ વાછાણી સામે અદાલતમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બેંક તરફે સિનિયર એડવોકટ ચેતન એન. આસોદરીયાએ રજુ કરેલ ફરીયાદ, તમામ દસ્તાવેજી પુરાવા તેમજ ધારદાર દલીલો અદાલતે ધ્યાનમાં લઇવ ૧૧મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સ્પે. નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ)ની કોર્ટે આરોપી રાકેશ જમનભાઈ વાછાણીને દોઢ વર્ષની જેલની સજા તથા ફરીયાદીને વળતર પેટે રકમ રૂા. ૧૭.૫૦ લાખ દિન-૬૦ માં ચુકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદી બેંક વતી સિનિયર એડવોકેટ ચેતન એન. આસોદરીયા તથા જેમીશ આર. કાકડીયા, નિલેષ એલ. ઠાકર, કિશન એચ. જોષી, પ્રેક્ષા ચાવડા રોકાયા હતા.