કોડીનાર બાયપાસ પર અન્ય બે જગ્યાએ પણ ચોરી કરી પોલીસ ને પડકાર ફેંકનાર ચોર ને પકડવા પોલીસ તંત્રએ ચક્રો ગતિમાન કર્યા..
હાલ શ્રાવણ માસ ગયો હોય ત્યારે દાનપેટી તૂટતા કેટલી રકમ ગઈ તે કહી ના શકાય.
Kodinar તા.27
ગીર સોમનાથના કોડીનારના બાયપાસ નજીક આવેલ સુપ્રસિદ્ધ બાપેશ્વર મહાદેવ મંદિરને રાત્રિના સમયે ચોર ટોળકીએ નિશાન બનાવ્યું હતું. આ ઘટનામાં ચોરો મંદિરમાંથી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ચોરીની આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, ગત રાત્રિના સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ બાપેશ્વર મંદિરની મુખ્ય જાળીનો લોક અને નકુચો તોડી નાખ્યા હતા. ત્યાર બાદ મંદિરમાં પ્રવેશ કરીને દાનપેટીનું તાળું તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. ચોરોએ રોકડ ઉપરાંત અન્ય જે કંઈ હાથ લાગ્યું તે પણ ઉપાડી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
આ ચોરીની ઘટનાની જાણ સવારે થઈ હતી, જ્યારે મંદિરના પૂજારી મંદિરે પહોંચ્યા. તેમણે મંદિરના તાળા તૂટેલા જોતા તાત્કાલિક કોડીનાર પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને ચોરોને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ તો કે મંદિરના વહીવટ કરતા લોકોએ જણાવ્યું હતું કે હાલમાં જ શ્રાવણ માસ ગયો છે ત્યારે દાન પેટીમાં કેટલી રકમ હશે તે કાંઈ કહી શકાય નહીં ત્યારે કેટલી રકમની ચોરી થઈ તેનો ચોક્કસ આંકડો જાણવા મળતો નથી પણ સાથોસાથ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ બાયપાસ પર આવેલ રાજુભાઈ મગનભાઈ ગોહિલ ની કેબીન સહીત અન્ય એક જગ્યાએ પણ તસ્કરોએ ચોરી કરી પોલીસ ને પડકાર ફેંક્યો છે ત્યારે હાલ તો આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.