Rajkot,તા.11
રાજકોટ જિલ્લાના પોલીસ મથકોમાં મોબાઈલ ગુમ થયાની અરજીઓનો ઝડપથી નિકાલ કરી, મૂળ માલિકને મોબાઈલ પરત શોપાવા જિલ્લા અધિક્ષક વિજય સિંહ ગુર્જરે આપેલી સૂચનાના પગલે, લોધિકા પોલીસ મથકમાં મોબાઈલ ગુમ થયાની અરજીઓ નિકાલ કરવાના પગલે લોધીકા પોલીસે ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી ,રૂ.૬૮ હજારની કિંમતના છ મોબાઈલ મૂળ માલિકોને સોંપી “પોલીસ પ્રજાની મિત્ર “છે એ પુરવાર કર્યું છે. આ કામગીરી લોધીકા પીઆઇ યુ આર ડામોર, હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ,કોન્સ્ટેબલ રોહિતભાઈ અને અભયભાઈ સહિતના સ્ટાફે કરી છે.