Jamnagar,તા.૧૪
જામનગર જિલ્લામાંમાં શનિવારે લોક અદાલત યોજાઈ હતી, અને સમગ્ર જિલ્લાની અદાલતોમાં સમાધાન માટે ૨૧૯૪૦ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં ૧૧૦૬૮ કેસોમાં સમાધાન થયું હતું, અને ફુલ ૧૭ કરોડ ૮૨ લાખનું સેટલમેન્ટ થયું છે. નાલ્સાના એક્શન પ્લાન મુજબ જામનગર જિલ્લામાં શનિવાર તા.૧૨.૭.૨૦૨૫ અને શનિવારના રોજ લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાન માટે કૂલ ૨૧૯૪૦ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં પ્રિ-લીટીગેશનના ૧૬૪૦૦૦, લોક અદાલતના ૧૯૦૬ કેસ જ્યારે સ્પેશિયલ સીટીંગના ૩૬૩૪ નો સમાવેશ થાય છે. જે પૈકી એકીસાથે ૧૧૦૬૮ કેસોમાં સમાધાન થયું હતું. જામનગર જિલ્લાની કુલ તમામ લોક અદાલતોમાં રૂબરૂ કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફુલ ૧૭,૮૨,૮૨૫.૯૩ રૂપિયાના સેટલમેન્ટ થયા હતા.