Junagadh , તા.24
ગઇકાલે જુનાગઢ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદોના નિરાકરણ માટે લોક દરબાર યોજવામાં આવેલ હતો. રેન્જ આઇજી નિલેષ જાજડીયાની અધ્યક્ષતામાં તેમણે જણાવ્યું હતું કે મારા ભણતર માટે મારા પરિવારને ઉછીના નાણા લેવા પડયા હતા પરંતુ વ્યાજ પર નહીં વ્યાજખોરીનો પ્રશ્ન મોટી ગંભીર છે આ ચુંગાલમાં અનેક લોકો આપઘાત કરી લે છે.
સમાજના આગેવાનો-પોલીસને કરીને પ્રશ્ન હલ થઇ શકે છે. નાણાની જરૂરીયાત ઉભી થાય ત્યારે વધારે ઉંચા વ્યાજે લેવા જોઇએ નહીં બેન્ક-સરકારી સંસ્થાઓમાંથી લોન મેળવી આગળ વધી શકાય છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી પીડિતોને બચાવવા પોલીસ કટીબધ્ધ છે. વ્યાજખોરો સામે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે.
રેન્જ આઇજી નિલેશ જાજડીયાએ જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લામાં વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવા બે ત્રણ મહિને લોક દરબાર યોજાશે. ઇન્ચાર્જ એસ.પી. ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ર0ર3થી વ્યાજખોરો સામે કડક હાથ કામ લેવાનું શરૂ કરાયું છે.
આ અભિયાનમાં જીલ્લામાં સવા વર્ષમાં ર1 લોક દરબાર યોજવામાં આવ્યા હતા. પ3 વ્યાજખોરો સામે ગુન્હો નોંધી વ્યાજખોરી પ્રવૃતિ પર મહદ અંશે અંકુશ લાવવામાં આવ્યો છે. ર0 થી 30 ટકા વ્યાજ લેવાનું તે પણ બંધ થયું છે. જુગાર હેડ કવાર્ટસ ખાતે યોજાયેલ લોક દરબારમાં નિલેષ જાજડીયાએ જાહેર કર્યુ હતું કે 36પ દિવસ આ દુષણ ડામવા ફરીયાદ લેવાશે વ્યાજમાં પીડિતો આગળ આવે તેમ જણાવ્યું હતું કોઇનો ડર રાખવાની જરૂરત નથી.
આ તકે એક ગર્ભવતી મહિલા લોક દરબારમાં આવીને જણાવેલ કે વ્યાજખોર પોલીસ પુત્ર છે અમોએ તેની સામે ફરિયાદ આપી પરંતુ પોલીસે ફરિયાદ ન લીધી તુરંત જ આઇ.જી.એ ગુનો દાખલ કરવાનો હુકમ કરતા ફરિયાદ લેવામાં આવી હતી અનેક મહિલાઓ-વ્યકિતઓએ પોતાની આપવીતી વર્ણવી હતી.
જુનાગઢ રેન્જના આઇજી નિલેષ જાજડીયાએ યોજાયેલ લોક દરબારમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને વિના સંકોચ કે ડર વિના ફરિયાદ કરવાનું આહવાન કરતા બી ડીવીઝનમાં બે ફરીયાદ નોંધાઇ છે.
જુનાગઢ જોષીપુરા શાતેશ્ર્વર શેરી 10માં રહેતા ફરિયાદી પરેશભાઇ અમૃતલાલ લોઢીયાએ વ્યાજખોર દિવ્યેશ રમેશ પોશીયા રે. શ્રીજીનગર વાળા પાસેથી 10 ટકા વ્યાજે રૂા. પ0 હજાર લીધેલ સમયસર વ્યાજ ચુકવી વ્યાજ તથા મુદલત મળી આજદિન સુધીમાં કુલ રૂા. ર,પ9,700 ભરી દીધો છે. છતાં આરોપી દિવ્યેશ રમેશ પોશીયાએ હજુ રૂા. 1,25,000ની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવાનું ફરીયાદમાં જણાવતા પીએસઆઇ કે.એમ.વાઢેરે તપાસ હાથ ધરી છે.
બીજી ફરીયાદ આકાશભાઇ કલ્પેશભાઇ પાવાણા રે. જોષીપુરા, ખલીલપુર રોડ, કૈલાનગરવાળાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે તથા આરોપી નિકુંજ પ્રવિણ વાઢીયા મુળ વધાવી (જુનાગઢ) હાલ રાજકોટવાળાએ ભાગીદારીમાં પેકેઝીંગના ખાલી બોકસ બનાવવાનું કારખાનુ ચાલુ કરેલ હોય જેમાં આરોપી નિકુંજએ આકાશભાઇને રોકાણ કરેલ નાણા 22,50,000માં વ્યાજ અને વ્યાજની પેનલ્ટીની રકમ 18,00,000 તથા મુદત રકમના 31,00,000 મળી કુલ રૂા. 49,00,000 મેળવી લઇ અને બેન્કના ચેક નંગ-2 તથા બાકીની રકમ રૂા. 8,00,000ની માંગણ કરી નોટીસ આપ્યાનું ફરિયાદમાં નોંધાવતા બી ડીવીઝન પીએસઆઇ એસ.એ.સાંગાણીએ તપાસ હાથ ધરી છે.