Mumbai,તા.4
મલયાલમ સિનેમાની પ્રથમ મહિલા સુપરહીરો ફિલ્મ, લોખા – ચેપ્ટર 1 28 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. ફિલ્મ જોઈ રહેલાં ફેન્સ તેનાં ખૂબ વખાણ કરી રહ્યાં છે. એટલું જ નહીં કમાણીના મામલે પણ તે સારું પ્રદર્શન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
આ ફિલ્મનું નિર્માણ ડુલકર સલમાન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં કલ્યાણી પ્રિયદર્શન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ જોયા બાદ ફેન્સ આ ફિલ્મના પહેલાં પાર્ટ અને ઇમ્પ્રેસિવ ઇન્ટરવલ ટ્વિસ્ટના વખાણ કરી રહ્યાં છે. એટલું જ નહીં દર્શકો કલ્યાણી પ્રિયદર્શન અને નસલેનના સીન્સ, બેકગ્રાઉન્ડ સ્કોર અને એક્ટિંગના વખાણ કરી રહ્યાં છે
આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલી મહિલા સુપરહીરો ફિલ્મ છે, જેમાં કલ્યાણી પ્રિયદર્શન લીડ રોલમાં છે. તેના ગ્રાન્ડ સ્કેલ, આકર્ષક વિઝ્યુઅલ્સ અને જેનર-બે્રકિંગ કોન્સેપ્ટ સાથે, ફિલ્મ પહેલેથી જ ઘણી ચર્ચા જગાવી રહી છે. કમાણીના મામલે પણ તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ચાલો એક નજર કરીએ.
કલ્યાણી પ્રિયદર્શનની ફિલ્મ લોખા – ચેપ્ટર 1 – ચંદ્રાએ ત્રણ દિવસમાં ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 8.8 કરોડનું કલેક્શન કર્યું છે. સાથે જ શુક્રવારે ફિલ્મે 4 કરોડની કમાણી કરી હતી. અલબત્ત, આંકડા નાના છે પણ ફિલ્મ ધીરે ધીરે લોકોનાં દિલ જીતવા લાગી છે.
ફિલ્મ જોયા પછી, યુઝરે એક્સ પર લખ્યું, “લોખા ચેપ્ટર 1 એક રસપ્રદ પ્રથમ ભાગથી શરૂ થાય છે, જે ઇન્ટરમિશનમાં પ્રભાવશાળી વળાંક દ્વારા વધુ સારું બનાવવામાં આવે છે.” આ ફિલ્મમાં ઉત્તમ દ્રશ્યો અને એક મહાન પૃષ્ઠભૂમિનો સ્કોર છે.
આ સાથે જ અન્ય એક યુઝરે ફિલ્મનાં પ્રોડ્યુસર ડુલકર સલમાનને કેરળ ઉપરાંત અન્ય રાજ્યોમાં પ્રમોટ કરવાની વિનંતી કરી હતી.. આ ફિલ્મમાં આખા ભારતમાં મોટી સફળતા મેળવવાની અપાર સંભાવના છે. યુઝરે લખ્યું કે આ જેનર દરેક જગ્યાએ સ્ટાર છે અને ફિલ્મ એટલી સારી છે કે તે આખા ભારતમાં સફળ થઈ શકે છે.