Amreli,તા.7
લાઠી તાલુકાના મુળીયાપાટ ગામે રહેતા રંજનબેન ઉર્ફે રીનાબેન કમલેશભાઇ મારૂ નામના હિરાકામ કરતી પરિણીતા તથા દામનગર ગામે રહેતા સુમીતભાઇ કાંતીભાઇ બારૈયા તથા ધામેલ ગામે રહેતા રવિભાઇ બાવાજી ગૌસ્વામી નામના બન્ને આરોપીઓ આશરે ચારેક વર્ષ પહેલા દામનગર મુકામે એક જ હિરાના કારખાનામા હિરા ઘસતા હતા. તે દરમ્યાન પરિણીતાને આરોપી સુમીતભાઇએ હિરા શીખવાડેલ હોય, જેથી તેણી સાથે ભાઇ બહેનનો સંબંધ હતો. અને ત્યાર બાદ ભાઇ માનેલા આરોપીના મિત્ર આરોપી રવિભાઇની સાથે પરિણીતાને પ્રેમ સંબંધ બંધાયેલ હતો.
પરંતુ છેલ્લા એકાદ વર્ષથી પરિણીતાએ આરોપી રવિભાઇ સાથે વાતચીત કે સંબંધનો વ્યવહાર રાખતા ના હોય જે વાતનું બન્ને આરોપીઓએ મનદુ:ખ રાખી તેણીએ માનેલા ભાઇ તથા પ્રેમી ગત તા.4ના રોજ તેણીના ઘરે મોટર સાયકલ લઇ આવી તેણીના ઘરમા પ્રવેશ કરી, બન્ને આરોપીઓએ પરિણીતાને આરોપી સાથે વાતચીત તથા સંબંધનો વ્યવહાર રાખવા દબાણ કરી ગાળો આપી, તેણીનો હાથ પકડી ઝપાઝપી કરી, ડાબા ગાલ ઉપર બે લાફા મારી બળ વાપરી, તથા જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી, હડધુત કરી, તેણીને તથા તેણીના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

