New Delhi,તા,01
કેન્દ્ર સરકાર દ્વારા કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવમાં રૂા.5નો ઘટાડો કરાયો છે. 19 કિલોના વ્યાપારી ઉપયોગના આ વ્યાપારી સિલીન્ડરના નવા ભાવ આજથી અમલી બની ગયા છે. અગાઉના રૂા.1595.50ના પ્રતિ સીલીન્ડરના ભાવ હવે રૂા.1590.50 થયા છે.
જો કે સપ્ટેમ્બર માસમાં 15.50નો ભાવવધારો થયો હતો અને તેથી આ લાભ ઘટાડાથી ગેસ સીલીન્ડર અગાઉ કરતા મોંઘા રહ્યા છે. દિલ્હીમાં નવો ભાવ 1590.50 રહેશે. જયારે કોલકતામાં ટ્રાન્સપોર્ટ ખર્ચને ધ્યાનમાં લઈ રૂા.6.50નો ઘટાડો થયો છે. 1694.90 નવો ભાવ રહેશે. સૌથી મોંઘુ ચેન્નઈમાં રૂા.1750 થયો છે.
ઓઈલ માર્કેટીંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ગેસના ભાવની પેટર્ન પર આ ભાવ નિશ્ચિત કરે છે તો બીજી તરફ આજથી બેન્ક નોમીનેશન સહિતના નિયમોમાં પણ બદલાવ પામ્યા છે. આ માસમાં બેન્ક નિયમો સહિત છ મોટા ફેરફાર અમલમાં આવ્યા છે અને તેમાં તમો હવે બેન્કમાં સેવિંગ્સ ખાતાની લોકર સહિતની સુવિધાઓ ચાર નોમીની રાખી શકશો.
નાણામંત્રાલયે 23 ઓકટોનાજ આ અંગેનું જાહેરનામુ બહાર પાડયુ હતું અને નોમીની વ્યવસ્થા હયાતીમાં બદલી પણ શકાશે. આ કારણે બેન્ક ખાતેદારના મૃત્યુ બાદ તેના વારસદારો માટે નાણા મેળવવા સહિતની પ્રક્રિયા સરળ બની જશે તો આધાર અપડેટમાં બાળકોના આધાર અપડેટ કરવા માટેની રૂા.125ની ફી રદ થઈ છે.
જો કે વયસ્કના નામ-જન્મતારીખ-મોબાઈલ નંબર બદલાવ માટે રૂા.75 અને બાયોમેટ્રીક બદલાવ માટે રૂા.125ની ફી યથાવત છે. આ ઉપરાંત ફાસ્ટટેગ માટે નવા નિયમ આજથી અમલી બની છે. જેમાં જે ગાડીઓમાં નો યોર વ્હીકલ- કેવાયવી નહી થયુ છે તે ફાસ્ટ ટેગ ડિએકટીવ થઈ જશે.
જો કે તેમાં ગે્રસીંગ પીરીયડ આપવામાં આવશે. બીજી તરફ તમો તે જો લાઈફ પેન્શન જમા નથી કરાવ્યું તો તેમાં પેન્શન રોકાઈ શકે છે. આ ઉપરાંત ઓપન આઈએ એ લડતના વપરાશકારોને 1 વર્ષ ચેટ જીટીપી પણ ફ્રી કર્યુ છે.

