લુણાવાડાની શાળામાં લંપટ શિક્ષક કમલેશ પટેલે સાથી શિક્ષિકા સાથે જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ
Mahisagar, તા.૧૬
શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો હાલ મહીસાગર જિલ્લામાંથી સામે આવી રહ્યો છે. લુણાવાડા તાલુકાના સૂકાટીબા પ્રાથમિક શાળામાં લંપટ શિક્ષક કમલેશ પટેલ છેલ્લા ૪ માસથી શાળાની સાથી સ્ટાફની શિક્ષિકા સાથે જાતીય સતામણી કરી રહ્યો હતો. આ મામલે પીડિત શિક્ષિકાએ શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કર્યા બાદ પણ શિક્ષક પોતાની લંપટાઈ ન છોડતા પીડિત શિક્ષિકાએ અંતે પોલીસનો સહારો લેવો પડ્યો છે, ત્યારે લંપટ શિક્ષક શાળામાં રજા મૂકી ફરાર થયો છે. લુણાવાડા તાલુકાના સૂકાટીબા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો લંપટ શિક્ષક કમલેશ પટેલ શાળા સ્ટાફની મહિલા શિક્ષિકાની ચાલુ ફરજ દરમિયાન જાતીય સતામણી કરી રહ્યો હતો, છેલ્લા ચાર મહિનાથી આ લંપટ શિક્ષક આ શિક્ષિકાની સતામણી કરી રહ્યો હતો. જે મામલે પીડિત શિક્ષિકાએ શાળાના આચાર્ય અને સાથી સ્ટાફને ફરિયાદ પણ કરી હતી. જે બાદ આચાર્ય દ્વારા મિટિંગ બોલાવી શિક્ષક કમલેશ પટેલને ખખડાવીને આવું ના કરવા જણાવ્યું હતું, છતાં પણ આ લંપટ શિક્ષકના લક્ષણો સુધર્યા નહીં, અંતે આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
પીડિત શિક્ષિકાની ફરિયાદ અનુસાર, આચાર્યએ બોલાવેલી શિક્ષક સ્ટાફની મિટિંગમાં શિક્ષક કમલેશ પટેલે માફી માંગી ફરી આવું નહીં થાય તેવું જણાવ્યું હતું, પરંતુ આ શિક્ષક કમલેશ પટેલે ફરી બીજા દિવસે શિક્ષિકાની જાતીય સતામણી કરવા લાગતો હતો, જેથી વારંવાર શાળામાં મીટીંગ બોલાવી શિક્ષકને ખખડાવવામાં પણ આવતો હતો, છતાં લંપટ કોઈનું કહ્યું ન માન્યો અને પોતાની મનમાની ચલાવી જાતીય સતામણી કરવાનું ચાલુ રાખતો હતો. અંતે આ મામલેથી કંટાળીને શિક્ષિકાએ લુણાવાડા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી, છતાં પણ તે સુધર્યો નહીં.
આખરે પીડિત શિક્ષિકાએ કંટાળીને લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને કામકાજના સ્થળે થઈ રહેલ જાતીય સતામણીને લઈ ૨૦૧૩ કલમ મુજબ ગુનો નોંધી લંપટ શિક્ષક પકડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પ્રાથમિક શાળા શિક્ષક તરીકે ફરજ બજાવતા કમલેશ પટેલે શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાને વારંવાર વિવિધ કૉમેન્ટ્સ કરી અયોગ્ય ભાષામાં શિક્ષિકા સાથે વાતચીત કરી અને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે છેલ્લા કેટલાય મહિનાથી શિક્ષક દબાણ કરી રહ્યો હતો.
લંપટ શિક્ષકની છેલ્લા ચાર મહિનાથી આ રીતે હેરાનગતિ કરી શિક્ષિકાને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો હતો, આવી રીતે અવારનવાર છેડતી કરી માનસિક રીતે શિક્ષક હેરાન કરતો હોવાથી શિક્ષિકા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, છતાં શિક્ષણ વિભાગ દ્વારા આ લંપટ શિક્ષક પર કાર્યવાહી ના કરવામાં આવતા આખરે શિક્ષિકા દ્વારા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા શાળામાં જઈ અલગ અલગ શિક્ષકોના જવાબ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર લંપટ શિક્ષકને પકડવાની તજવીજ હાથ ધરી છે.