New Delhi,તા.11
26 ઓગસ્ટના રોજ, બે અત્યંત આધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ્સ ઉદયગિરી (F35) અને હિમગિરી (F34) ને ભારતીય નૌકાદળના કાફલામાં એકસાથે સામેલ કરવામાં આવશે. આ પહેલી વાર બનશે જ્યારે દેશના બે મુખ્ય શિપયાર્ડમાં બનેલા આવા યુદ્ધ જહાજોને એકસાથે નૌકાદળમાં સામેલ કરવામાં આવશે.
ઉદયગિરી મુંબઈના મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ દ્વારા બનાવવામાં આવી છે, જ્યારે હિમગિરી કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
ખાસ વાત એ છે કે, ઉદયગિરી નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલ 100મું જહાજ છે. લગભગ 6700 ટન વજન ધરાવતા આ જહાજો શિવાલિક વર્ગ કરતા મોટા અને વધુ અદ્યતન છે.
તેમની ડિઝાઇન એવી છે કે, તેઓ રડારને ટાળવામાં સક્ષમ છે. તેઓ ડીઝલ એન્જિન અને ગેસ ટર્બાઇન, આધુનિક મિસાઇલો, તોપો અને સબમરીન વિરોધી શસ્ત્રોથી સજ્જ છે. બંને ભારતીય નૌકાદળના આગામી પેઢીના સ્ટીલ્થ યુદ્ધ જહાજો છે, જે પ્રોજેક્ટ 17અ હેઠળ બનાવવામાં આવ્યા છે.
આ યુદ્ધ જહાજોના નિર્માણમાં 200 થી વધુ ભારતીય કંપનીઓએ ભાગ લીધો હતો, જેનાથી 4,000 થી વધુ લોકોને સીધી રોજગારી અને 10,000 થી વધુ લોકોને પરોક્ષ રોજગારી મળી હતી.
’ઉદયગિરી’ અને ’હિમગિરી’નું લોન્ચિંગ જહાજ ડિઝાઇન અને બાંધકામમાં સ્વનિર્ભરતા પ્રત્યે નૌકાદળની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ત્યારબાદ નૌકાદળ 2025 માં વિનાશક ઈંગજ સુરત, ફ્રિગેટ ઈંગજ નીલગિરી, સબમરીન ઈંગજ વાગશીર, અજઠ છીછરા પાણીના યાન ઈંગજ અર્નાલા અને ડાઇવિંગ સપોર્ટ જહાજ ઈંગજ નિસ્તાર જેવા અન્ય સ્વદેશી જહાજો લોન્ચ કરશે.