Madhavpur, તા. 16
માધવપુર (ઘેડ) ખાતે ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડુતો સાથે પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત પરિસંવાદ યોજાયો હતો.
માધવપુર ઘેડ ગામે રાજયપાલ આચાર્ય દેવવ્રત મધુવનમાં ભગવાન માધવરાય અને રૂક્ષ્મણી મંદિરે દર્શન કર્યા બાદ ખેડુતો સાથે બેઠક યોજી પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડુતોને અનુરોધ કર્યો હતો.
દેશી ખાતરની મદદથી કૃષિ ઉત્પાદન મેળવવા જણાવ્યું હતું. કેન્સર જેવા રોગોથી માનવ જીવનને બચાવવા પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવવા જણાવ્યુ હતું. આ તકે બીએમપીના જિલ્લા ઉપાધ્યક્ષ કેશુભાઇ માવદીયાએ વિવિધ પ્રશ્ર્નોનાં નિકાલ કરાવવા આવેદનપત્ર આપ્યું હતું. કાર્યક્રમમાં કલેકટર, ડીડીઓ સહિતનાં અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.