Mumbai,તા.27
માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની ૩૪ વરસ પહેલાની સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘૧૦૦ ડેઝ’ને વેબ સીરીઝમાં ફેરવવામાં આવી છે. જેનું શૂટિંગ પુરુ થઇ ગયું છે. અને થોડા સમયમાં રિલીઝ કરવામાં આવશે.
નિર્માતા જય મહેતાએ જણાવ્યું હતું કે, આધુનિક સમય અને દર્શકોને ધ્યાનમાં રાખીને ફિલ્મની વાર્તામાં ફેરફાર કરવ ામાં આવ્યો છે. હવે તેને નવા અંદાજમાં એક હોરર વેબ-શો તરીકે દર્શાવવામાં આવશે.
જય મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે આ વેબ સીરીઝમાં ડર અનન્સસ્પેન્શનું મિશ્રણ છે જે દર્શકોને વાર્તા સાથે જકડી રાખશે. આ વેબ સીરીઝને શોર્ટ એપિસોડ તરીકે દર્શાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ૧૯૯૧ની ૧૦૦ ડેઝ ૧૯૮૪ની તમિલ ફિલ્મ નૂરવજી નાલની રીમેક હતી. જેમાં એક એવી મહિલાની વાત હતી, જેને ભવિષ્યમાં હત્યા થવાની ઝલક દેખાતી હતી. એ સમયે આ વાર્તા પોતાના સસ્પેન્સ અને અનોખા મેન્સેપ્ટને કારણે હિટ થઇ હતી.

