Madhya Pradesh, તા.24
દેશભરમાં એક તરફ ક્રિસમસની ઉજવણી શરુ થઇ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ બે દિવસ પહેલા કેન્દ્રીય મંત્રીના નિવાસે યોજાયેલ ક્રિસમસ ઉજવણીમાં સામેલ થયા હતા અને ગઇકાલે તેઓ ફરી એક વખત દિલ્હીમાં ક્રિસમસ સમુદાયની ઉજવણીમાં પહોંચી ગયા હતા.
તે વચ્ચે હવે મધ્યપ્રદેશમાં રાજ્ય સરકારે એક આદેશ બહાર પાડીને શાળાઓમાં બાળકોને સાંતા ક્લોઝ બનાવતા પૂર્વે તેના વાલીઓની મંજુરી લેવાનું ફરજીયાત બનાવ્યું છે.
અહીંની શાળાઓમાં ક્રિસમસ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાતા હોય છે અને તેમાં બાળકો સાંતા ક્લોઝ સહિતના વેશભૂષા કરતા હોય છે. પરંતુ બાળ અધિકાર સરંક્ષણ આયોગના સભ્ય અનુરાગ પાંડેએ એક આદેશ જાહેર કરીને આ પ્રકારના આયોજનનું છોકરા અને છોકરીઓને વિવિધ વેશભૂષામાં કોઇપણ પાત્ર બનાવતા સમયે તેના માતા-પિતાની પૂર્વ મંજુરી લેવા જણાવ્યું છે. એટલું જ નહીં આ પ્રકારના કાર્યક્રમોમાં ધાર્મિક વેશભૂષામાં સાવધાની રાખવા પણ જણાવાયું છે.