Gondal તા.23
ગોંડલમાં દ્વારકેશલાલજી મહારાજ (ચંપારણ્ય અમરેલી વાળા) દ્વારા સ્થાપિત કરેલ શ્રીનાથજી ધામ હવેલીમાં આપના સાનિધ્યમાં ભાદરવા વદી-13ના રોજ દાનના દિવસોમાં અહીંયાની નંદાલયમાં બિરાજતા શ્રીનાથજી પ્રભુ એવં શ્રી બાલકૃષ્ણ પ્રભુનો મહાદનનો અલૌકિક મનોરથ મનાવવામાં આવેલ હતો.
આ પ્રસંગે વૈષ્ણવોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રભુના આ ઉત્સવના દર્શન તથા આપના પ્રસંગોપાત દિવ્ય વચનામૃતનો લાભ લઈ ધન્યતા અનુભવેલ. મનોરથની સાજ સજાવટ વ્યવસ્થા સત્સંગ મંડળના બહેનો, વિઠલભાઈ ધડુક તથા સેવા સહયોગી ટીમ તથા મુખ્યાજીએ તનુજા સેવા સહયોગ આપી મનોરથની દિવ્ય ઝાંખી સાથે આ પ્રસંગને દિપાવેલ.
આ પ્રસંગે આપની પધરામણી ગોંડલના અગ્રણી વૈષ્ણવ પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના નિવાસસ્થાને બહોળી સંખ્યામાં વૈષ્ણવ વૃંદના સમુહમાં ધોળ, પદ, પુષ્પવર્ષા સહીત કરી પુષ્પમાળા કુમકુમ તીલક ધોતી ઉપરણા ધરી આપનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌને આપએ પ્રસાદી ઉપરણા ઓઢાડી આશિર્વાદ આપેલ હતા.