Ahmedabad, તા. 15
પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા.
વિગતો અનુસાર લીમખેડાના પાલ્લી હાઇવે પર આ અકસ્માતની ઘટના બની હતી. રસ્તા ઉપર ઊભેલી ટ્રકમાં પાછળથી ટ્રાવેલર ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વર ધોળકા સહિતના પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા હતા. ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા હતા. ઘટનાને લઈ હાઇવે ઓથોરિટી 108 પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.