Prayagraj,તા.15
મહાકુંભ નગર મહાકુંભમાં કરોડો રૂપિયાના વાહનો લોખંડનાં રસ્તાઓ પર ચાલી રહ્યાં છે. મોક્ષની ઈચ્છા સાથે સંગમના કિનારે એકઠાં થયેલાં ભક્તો તેમને જોઈને આશ્ર્ચર્યચકિત થઈ જાય છે. ત્રિવેણી માર્ગથી આગળ પોન્ટૂન પુલ પાર કર્યા પછી ઝુંસી તરફ અખાડાઓનો પડાવ છે. ભાગ્યે જ કોઈ અખાડા કેમ્પ હશે જ્યાં લક્ઝરી વાહનો ઉપલબ્ધ ન હોય.
મેળામાં બિછાવેલા અંદાજે 600 કિલોમીટરના લોખંડના રસ્તાઓ પર હાલમાં વિશ્વની અનેક મોટી બ્રાન્ડની લક્ઝરી કાર દોડતી જોવા મળે છે. આમાંના મોટાભાગનાં તેમનાં ભક્તો દ્વારા અગ્રણી સંતોને ભેટ કરવામાં આવ્યાં છે. પ્રસ્તુત છે લક્ઝરી વાહનો અંગેનો આ રીપોર્ટ :-
બે રોલ્સ રોયસ પેશવાઈમાં જોડાઈ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીના કેમ્પમાં બે રોલ્સ રોયસ પાર્ક કરેલી છે, જેની કિંમત રૂ.20 કરોડથી વધુ છે. જ્યારે સ્વામી વાસુદેવાનંદ જયારે છાવણીમાં પ્રવેશ્યાં ત્યારે આ ગાડાઓ પણ તેમનાં સરઘસ (પેશવાઈ)માં સામેલ હતી. ખાસ વાત એ છે કે બંને વાહનોનો નંબર પ્રયાગરાજ સીરિઝ ઞઙ 70 છે. જ્યારે આ વાહનો પુલ પરથી પસાર થયાં ત્યારે બધાં આશ્ચર્યથી જોતાં જ રહ્યાં હતાં.
અખાડામાં મર્સિડીઝ સહિત અનેક લક્ઝરી કાર
અખાડા રોડ પર જ શ્રી પંચાયતી નિરંજની અખાડાના કેમ્પમાં એક કાળી મર્સિડીઝ ધ્યાન આકર્ષિત કરે છે. આ કેમ્પમાં ફોર્ચ્યુનર, થાર સહિતનાં અનેક લક્ઝરી વાહનો પણ પાર્ક થયેલાં જોવા મળ્યાં હતાં.
અખાડામાં ધર્મના ધ્વજ નીચે ડિફેન્ડર ઉભી જોવા મળી
સાત શૈવ અખાડાઓમાંના એક શ્રી પંચ અગ્નિ અખાડામાં ફરકાવાયેલા ધર્મનાં ધ્વજ નીચે એક વૈભવી કાર ડિફેન્ડર ઊભેલી જોવા મળી હતી. સંગમથી પોન્ટૂન પુલ પાર કરીને અખાડા માર્ગ તરફ આગળ વધ્યાં પછી આ અખાડાનો પડાવ છેડે છે. એક લેન્ડ રોવર ડિફેન્ડર કેમ્પની મધ્યમાં અખાડાના ધાર્મિક ધ્વજ નીચે ઊભી છે.
શંકરાચાર્ય વેનિટી વેનમાં પહોંચ્યાં
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તેમનાં ગુરુ સ્વ. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીની વેનિટી વેનમાં મેળામાં પહોંચ્યાં. આ વેનિટી વેનમાં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી પણ મેળામાં આવતાં હતાં. આ વેન તેમને એક મોટા ઉદ્યોગપતિએ ભેટમાં આપી હતી. તેની કિંમત એક કરોડથી વધુ હોવાનું કહેવાય છે.
તુલસી પીઠાધીશ્વરની શિબિરમાં કેસર ઓડી
તુલસી પીઠાધિશ્વર એ સલોરી વિસ્તારમાં જગદગુરૂ રામભદ્રાચાર્યની શિબિર છે. દારાગંજ ઢોળાવથી આગળ વધીને પીપા પુલને પાર કરીએ તો નેત્ર કુંભનો વિશાળ પંડાલ છે. તેની બાજુમાં તુલસી પીઠાધિશ્વરના પડાવમાં ભગવા રંગની ઓડી ઉભી જોવા મળી. તેની કિંમત પણ 50 લાખ રૂપિયાથી વધુ છે.