Junagadh તા.15
ગિરનારની પ્રથમ ટુંક પર બિરાજતા ગોરખનાથ શિખરે તોડફોડ કરી મૂર્તિને ખંડીત કરી ખીણમાં ફેંકી દેવાના બનાવમાં બે શખ્સોને પોલીસે અટક કરી લીધી છે જેને દત્ત ચોકમાં લાવી મોઢા કાળા કરીને જુતા મારો તેવી માંગણી કરવામાં આવી છે.
ગિરનાર પર્વત ઉપર દત્ત શિખરે મૂર્તિને તોડી ફોડી નાખનાર બન્ને આરોપી કિશોર કુકરેજા અને ફોટોગ્રાફર રમેશ હરગોવિંદ ભટ્ટ બન્નેને ભૂતનાથ અને દત્તાત્રેય શિખરના મહંત મહેશગીરીએ જણાવ્યા મુજબ સનાતનને કલંકીત કરનારા આ શખ્સોને સાધુ સંતોની અને લોકોની હાજરીમાં દત્તી ચોકમાં ઉભા રાખી મોઢા કાળા કરી જુતા મારો તેવી માંગ કરી છે.
આ ઘટના ઉપરથી સંતો સાધુઓએ પણ શીખ લેવાની જરૂરત છે કોઈ સેવા પૂજારીને રાખતા પહેલા તેનું પરીક્ષણ તેનો ઈતિહાસ, તેનું કેરેકટર સર્ટીફીકેટ માંગવું જોઈએ. આરોપી મુળ મુંબઈ ઉલ્લાસનગર હાલ ગોરખનાથ મંદિરે પૂજા કરતો કિશોર કુકરેજા અને તેના સાગ્રીત રમેશ હરગોવિંદ ભટ્ટની સરાજાહેર સરભરા કરવાની માંગ ઉઠવા પામી છે.