આવનારા દિવસોમાં આ ફિલ્મ ઘણી વધુ કમાણી કરશે કારણ કે તે મેટ્રો સિટીથી આગળ વધીને નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં પણ પહોંચવાનું શરૂ કરશે
Mumbai, તા.૫
હજુ ૩ મહિના પહેલા સુધી, લોકોને આશ્ચર્ય થતું હતું કે શું મોટા બજેટની કોઈ બોલિવૂડ ફિલ્મ ૧૦૦ કરોડ સુધી પણ પહોંચી શકશે? બોક્સ ઓફિસ પર સારી ચાલતી ફિલ્મોનો આટલો બધો દુષ્કાળ હતો કે એક પછી એક અઠવાડિયે અપેક્ષિત ફિલ્મોમાંથી પણ નિરાશાઓનો સામનો કરવો પડ્યો. જોકે, છેલ્લા બે મહિનામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એક પછી એક એવી ફિલ્મ આવી રહી છે જે સારી કમાણી કરી રહી છે અને હવે સૌથી અણધારી ફિલ્મો પણ થિયેટરોમાં સારી કમાણી કરી રહી છે. આ જ વાત ‘મહાવતાર નરસિંહા’ સાથે પણ જોવા મળી રહી છે, જેનું હિન્દી વર્ઝને રવિવારે ૧૬.૨૭ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે. રિલીઝ થયાં પછીથી ફિલ્મનું કલેક્શન સતત વધી રહ્યું છે, હવે કુલ કલેક્શન ખૂબ જ પ્રભાવશાળી છે, ફક્ત ૧૦ દિવસમાં ૫૦ કરોડ રૂપિયાનો આંકડો પાર થઈ ગયો છે અને કુલ કલેક્શન ૬૫.૬૪ કરોડ રૂપિયા થઈ ગયું છે. હકીકતમાં, આ ફિલ્મ ૯ દિવસમાં જ આ લક્ષ્ય હાંસલ કરી શકી હોત, પરંતુ તે આ લક્ષ્યથી અમુક લાખ રૂપિયા માટે જ પાછળ રહી ગઈ છે. એક ફિલ્મ જેણે તેનાં પહેલા શુક્રવારે ૧.૬૪ કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી (જે આ એનિમેશન પૌરાણિક ફિલ્મ પાસેથી ખરેખર અપેક્ષા નહોતી!), આગામી ૯ દિવસમાં તેના એ કલેક્શન કરતાં ૪૦ ગણા વધુ કમાણી જોવા મળી છે, તે દર્શાવે છે કે તેને કેટલી સ્વીકૃતિ મળી છે.આવનારા દિવસોમાં આ ફિલ્મ ઘણી વધુ કમાણી કરશે કારણ કે તે મેટ્રો સિટીથી આગળ વધીને નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં પણ પહોંચવાનું શરૂ કરશે. હવે એ વાત નક્કી છે કે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી થશે અને જો તે ખરેખર ૧૨૫ કરોડ રૂપિયાથી વધુ કમાણી માટેનું લક્ષ્ય સિદ્ધ કરવામાં સફળ થાય તો તે ખરેખર નોંધપાત્ર ફિલ્મ બની રહેશે.