Rajula,તા.15
રાજુલા શહેરના બાયપાસ પાસે કુંભનાથ-સુંખનાથ મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલ છે. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે સમસ્ત મહાજન સંચાલિત હવન કમિટી દ્વારા કુંભનાથ- સુંખનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં વરૂણ દેવને રીઝવવા માટે તેમજ લોકની સુખાકારી માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અને વિદ્વાન ભૂદેવ દ્વારા યજ્ઞમાં પૂજા-અર્ચના કરાવવામા આવી હતી. રાજુલા શહેરીજનો તેમજ આસપાસના વિસ્તારના લોકો યજ્ઞમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતાં. આ સાથે રાજુલાના ધારાસભ્ય હીરાભાઇ સોલંકી દ્વારા દર્શનાર્થે આવતા ભાવી-ભક્તો માટે શરબત અને પાણી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર યજ્ઞનું આયોજન રાજુલા ગામ સમસ્ત મહાજન સંચાલિત હવન કમીટીના ભુપતભાઇ સોની, બીપીનભાઇ વસુંધરા, બકુલભાઇ વોરા, દિનેશભાઇ પારેખ સહીત હવન કમિટી દ્વારા ભારે જહેમત ઉઠાવી આવી હતી. આ તકે વીરભદ્રભાઇ ડાભીયા, વનરાજભાઇ વરૂ, અક્ષયભાઇ ધાખડા, જીગ્નેશભાઇ ત્રિવેદી, વિજયભાઇ વાઘ, બાબુભાઇ મકવાણા, રાજેન્દ્રભાઇ ધાખડા, નિરવભાઇ ભટ્ટ, પરેશભાઇ ગોહિલ, ગીરીશભાઇ જોષી, જયદીપભાઇ કોટીલા, મનીષભાઇ વાઘેલા સહિત રાજકીય-સામાજીક આગેવાનો, વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં