ટીવી એકટ્રેસ માહી વિજ છૂટાછેડાની ખોટી અફવા ફેલાવનારા સામે કાનૂની પગલાંની ચિમકી પણ આપી
Mumbai,, તા.૩૧
ટીવી એકટ્રેસ માહી વિજે તે એક્ટર પતિ જય ભાનુશાળી સાથે છૂટાછેડા લઈ રહી હોવાની અફવા ફગાવી દીધી છે. જય અને માહી છૂટાછેડા લઈ રહ્યાં છે તેવી એક ઈન્સ્ટા પોસ્ટ પર રિએક્ટ કરતાં માહીએ લખ્યું હતું કે ખોટી વાતો ન ફેલાવશો. આવી અફવા ફેલાવનારા સામે હું કાનૂની કાર્યવાહી કરીશ. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં એવી વાત બહાર આવી હતી કે ૧૪ વર્ષનાં લગ્ન જીવન બાદ માહી અને જય છૂટાછેડા લેવાનાં છે. બંને કેટલાક સમયથી અલગ રહે છે અને તેમના સંતાનોની કસ્ટડીનો નિર્ણય પણ લેવાઈ ગયો છે. દરમિયાન, માહીએ આ અફવાઓ ફગાવી દીધા બાદ નેટ યૂઝર્સ દ્વારા એવું રિએક્શન અપાયું હતું કે જો છૂટાછેડાની વાત ખોટી હોય તો છેલ્લા કેટલાય સમયથી જય અને માહી સાથે હોય તેવા ફોટા કેમ જોવા મળતા નથી.




