Mumbai,તા.17
મહિમા ચૌધરી કેટલાક સમયથી ફિલ્મોમાં ટકી રહેવા માટે નાનામોટા રોલ કરી રહી છે. તે હવે સંજય મિશ્રા સાથે કોમેડી ફિલ્મ ‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’માં દેખાવાની છે. શાહરુખ ખાન સાથે ‘પરદેશ’ ફિલ્મથી ડેબ્યૂ કરનારી એકટ્રેસ મહિમા ચૌધરીને કેરિયરમાં ધારી સફળતા મળી ન હતી અને ૯૦ના દાયકામાં અનેક ફિલ્મોમાં દેખાયા બાદ તે ગાયબ રહેવા માંડી હતી. હવે તે છૂટીછવાઈ ફિલ્મોમાં નાનામોટા રોલ કરી રહી છે. થોડા સમય પહેલાં તે કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’માં પણ એક નાના રોલમાં દેખાઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફલોપ થઈ હતી અને મહિમાની હાજરીની ખાસ નોંધ લેવાઈ ન હતી. ‘દુર્લભદાસ કી દૂસરી શાદી’નું પોસ્ટર રીલિઝ કરી દેવાયું છે અને તે ટૂંક સમયમાં રીલિઝ કરાશે તેવો દાવો થઈ રહ્યો છે.