મખાના એ માત્ર હેલ્ધી ડ્રાય ફ્રૂટ્સ જ નથી, પરંતુ તે ભારતીય લોકોનું મનપસંદ સ્નેક્સ પણ બની ગયું છે. તેમાંથી મળતા હેલ્થ બેનિફિટ્સના કારણે લોકો આજકાલ તેને ચિપ્સની જગ્યાએ વધુ ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં ફિટનેસ એક્સપર્ટ્સથી લઈને ડાયટ ઈન્ફ્લુએન્સર તમામ લોકો મખાનાને સુપરફૂડ કહે છે અને તેને રોજ ખાવાની સલાહ આપે છે. આમ તો મખાના ખૂબ જ હેલ્ધી હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ઘણીવાર તેને ન ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, ઘણી વખત મખાના ખાવાથી ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે.
તાજેતરમાં જ ન્યૂટ્રિશિયન નંદિની અગ્રવાલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, મખાનાનું વધુ પડતું સેવન દરેક વખતે સારો વિકલ્પ નથી. ક્યારે-ક્યારે મખાના તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. તો ચાલો જાણીએ એ ત્રણ કારણ જેના કારણે આપણે મખાના ન ખાવા જોઈએ.
ઘણા લોકોનું એવું માનવું છે કે મખાના ડાયઝેશન માટે સારા હોય છે, કારણ કે તે હલકા અને ક્રિસ્પી હોય છે. પરંતુ વાસ્તવમાં મખાનામાં ફાઈબર ઓછું હોય છે. આવી સ્થિતિમાં જો કોઈને પહેલાથી જ કબજિયાત હોય, તો દરરોજ મખાના ખાવાથી તે વધુ ખરાબ થઈ શકે છે.
મખાનાને ઘણીવાર શેકીને છે ઓછા ફેટ વાળા નાસ્તા તરીકે ખાવામાં આવે છે. જોકે, તે તળેલી ચિપ્સ કરતાં વધુ હેલ્ધી હોય, છતાં તેમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. વધુ પડતા મખાના ખાવાથી એક્સ્ટ્રા કેલરી વધી શકે છે, જે તમને વજન ઘટાડતા અટકાવી શકે છે. સમજી-વિચારીને મર્યાદિત માત્રામાં ખાઓ.
મખાનામાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. મોટાભાગના લોકો માટે પોટેશિયમ સારું હોય છે, પરંતુ પરંતુ જો કોઈને ક્રોનિક કિડની ડિસીઝ (CKD) અથવા કિડનીની બીજી કોઈ સમસ્યા હોય, તો ડોકટરો ઘણીવાર તેમને વધુ પોટેશિયમવાળા ફૂડ્સ ન ખાવાની સલાહ આપે છે.