મલાઈકા અરોરા ળેન્ડશીપ ડે પર પોતાના દીકરા અરહાન ખાન સાથે લંચ કરવા માટે એક કેફે પર પહોંચી હતી
મુંબઈ, તા.૪
બોલીવુડની અભિનેત્રી મલાઈકા અરોરાએ આ દિવસ તેના પુત્ર અરહાન ખાન સાથે ઉજવ્યો. બંને લંચ ડેટ પર ગયા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.મલાઈકા અરોરા ફ્રેન્ડશીપ ડે પર પોતાના દીકરા અરહાન ખાન સાથે લંચ કરવા માટે એક કેફે પર પહોંચી હતી. આ દરમિયાન બંને સ્ટાઇલિશ દેખાતા હતા. આ આઉટિંગ માટે મલાઈકાએ સફેદ રંગનો લુક પસંદ કર્યો હતો. તેણે ડીપ નેક લાંબો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે પરી જેવી સુંદર દેખાતી હતી.મલાઈકા ખુલ્લા વાંકડિયા વાળ, ડાર્ક શેડની લિપસ્ટિક, હાઈ હિલ્સ અને ડિઝાઇનર બેગ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. અભિનેત્રીના દીકરાએ બ્લુ જીન્સ સાથે ગુલાબી રંગનું શર્ટ પહેર્યું હતું. આ લુકમાં અરહાન પણ ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો હતો.કેફેમાંથી બહાર નીકળ્યા પછી મલાઈકા અને અરહાને પાપારાઝીને સાથે મળીને ઘણા પોઝ આપ્યા. આ તસવીરો ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. આ તસવીરોમાં મલાઈકાના હાથમાં ગુલાબ પણ જોવા મળી રહ્યું છે. આ જોઈને લાગે છે કે અરહાને ળેન્ડશીપ ડે પર તેની માતાને ખૂબ જ વિશેષ ટ્રીટમેન્ટ આપી છે.તમને જણાવી દઈએ કે અરહાન અભિનેત્રી મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર છે. જોકે, આ કપલ ઘણા વર્ષો પહેલા છૂટાછેડા લઈને અલગ થઈ ગયું છે.