Bhavnagar,તા.27
ભાવનગર જિલ્લાના મહુવામાં 11 ઇંચ થી વધુ વરસાદ પડતા માલણ નદીના પાણી મહુવા શહેરમાં ઘૂસી ગયા છે. મહુવામાં ઠેર પાણી જ દેખાય છે. લોકો પરેશાન થયા છે.મહુવામાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહુવાની માલણ નદીનું પાણી વિવિધ વિસ્તાર જેવા કે ભદ્રોડ ના ઝાપા સોસાયટી વિસ્તાર પર વિવિધ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદથી મહુવામાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. (તસ્વીર : વિપુલ હિરાણી)
ઉના પંથકમાં 24 કલાકમાં અનરાધાર 8 ઇંચ વરસ્યો
મગફળી, કપાસ, ડુંગળીના પાકને નુકસાન : ખેડુતોનો ઘાસચારો પલળી ગયો : માછીમારોની બોટ પરત કાંઠે આવી પહોંચી : બંદર વિસ્તારોમાં માછીમારોને પણ મોટુ નુકસાન : અવિરત વરસાદથી ઉનામાં બંધ જેવો માહોલ(અહેવાલ : ફારૂક કાજી-ઉના)
રાજુલામાં આજે સવારે બે કલાકમાં છ ઈંચ ખાબકયો
રાજુલામાં આજે સવારના 6થી 8 દરમ્યાન બે કલાકમાં અનરાધાર છ ઈંચ વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી જનજીવન અને પરિવહનને અસર પડી છે. મેઘાવી માહોલમાં અનરાધાર વરસાદથી મોટુ નુકશાન થયુ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

