Junagadh,તા.૧૨
કોંગ્રેસે ગુજરાતમાં વર્ષ ૨૦૨૭ની ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું છે. આ માટે આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હાલ ગુજરાતમાં કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપી રહ્યાં છે. જિલ્લા અને મહાનગરોના ૪૧ પ્રમુખોને પ્રશિક્ષણ આપ્યું. જુનાગઢ ખાતેના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નેતાઓના ક્લાસ લીધા હોવાનું સામે આવ્યું. સાથે જ રાહુલ ગાંધીની જેમ લગ્નના ઘોડાઓને તગેડી દેવાની ચીમકી પણ આપી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં છે. ગિરનારની તળેટીમાં પ્રેરણાધામમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયુ છે. કોંગ્રસના પ્રશિક્ષણ વર્ગમાં રાજ્યભરના શહેર અને જિલ્લાના પ્રમુખો ઉપસ્થિત રહ્યાં છે. આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમાં વોટચોરી, ખેડૂતોના પ્રશ્નો અને પ્રવર્તમાન મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરાશે. ત્યારે જુનાગઢ ખાતેના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ લીધાં નેતાઓના ક્લાસ લીધા હતા. કોંગ્રેસના પ્રમુખોને પરફોર્મન્લ બતાવવા અલ્ટિમેટમ આપ્યું. નવી નિમણૂકમાં ૯ જેટલા પ્રમુખોની કામગીરી સામે કેન્દ્રીય નેતૃત્વએ નારાજગી વ્યક્ત કરી. હોદ્દા લઇને ઘરે બેસી રહેશો તે નહિ ચાલે તેવો સ્પષ્ટ સંદેશ ખડગેએ નેતાઓને આપ્યો. સાથે જ સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પ્રયત્નો કરવા ટકોર કરી.
મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત કોંગ્રેસના ૯ જેટલા પ્રમુખોની કામગીરીને બિરદાવી. દેવભુમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લા પ્રમુખોની કામગીરીથી પાર્ટી સંતુષ્ટતા ગણાવી. બીજા ક્રમે ૧૩ થી ૧૪ પાર્ટી પ્રમુખોને બિરદાવ્યા. નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને ૯૦ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું. યોગ્ય કામગીરી નહિ બતાવે તો હોદ્દા પરથી દૂર કરવા સુધીની પાર્ટીએ તૈયારી કરી. પ્રમુખોની કામગીરીનું સીધુ મોનિટરીંગ દિલ્લી કેન્દ્રીય નેતૃત્વમાંથી ચાલી રહ્યું છે તેવું ખડગેએ જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે, હવે આખા દેશમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ ખેડૂત, બેરોજગારી, ભ્રષ્ટ્રાચાર અને યુવાનોના મુદ્દે લોકોની વચ્ચે જશે. કોંગ્રેસે જણાવ્યું કે, સત્તા માટે નહિ સેવાના માધ્યમથી લોકોની વચ્ચે જઈશું. કાર્યકર્તાઓની વચ્ચે જઇને કોંગ્રેસ લોકોનો વિશ્વાસ જીતશે.તો ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતમાં પાર્ટીના બિનકાર્યક્ષમ અને સમાધાનકારી નેતાઓને કડક ચેતવણી આપી હતી. જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોના તાલીમ શિબિરમાં તેમણે કહ્યું હતું કે, ખરાબ કેરીઓ તાત્કાલિક દૂર કરો. નહીં તો આખી ટોપલી સડી જશે. તેઓ આખો ડબ્બો સડી જાય તે પહેલાં સડેલા કેરી તાત્કાલિક દૂર કરે. જેઓ કામ કરવા માંગતા નથી. તેમને હમણાં જ મોકલો. નહીં તો તેઓ બીજી બાજુ જશે.
તેઓએ કહ્યું હતું કે, પહેલા દિવસે શિબિરમાં ૧૦૦% હાજરી, પછી ૯૦% અને ત્રીજા દિવસે ૮૦%! આ કામ કરશે નહીં. જ્યારે તમે કોંગ્રેસની વિચારધારા અપનાવશો, ત્યારે તમારે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવું પડશે.” તેમણે પુનરોચ્ચાર કર્યો કે લોકશાહી, સ્વતંત્રતા અને બંધારણને બચાવવાની જવાબદારી કોંગ્રેસની છે.તેમણે પાર્ટીને પાયાના અને બૂથ સ્તરે મજબૂત બનાવવા પર ભાર મૂક્યો અને દેશમાં લોકશાહી બચાવવા માટે “શિસ્ત, સમર્પણ અને વૈચારિક પ્રતિબદ્ધતા” તેમજ “બદલાતા સમયને અનુરૂપ” થવાના મહત્વ પર ભાર મૂક્યો.