Bhavnagar,તા.28
વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ તથા તેને મદદગારી કરનારા વિરૂદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે ગત તા.૨૫ માર્ચના બપોરના ૧૨ કલાકના અરસામાં વલ્લભીપુર પંથકની ૧૩ વર્ષ ૬ માસની સગીરા પોતાની વાડીએ એકલી હતી ત્યારે દિનેશ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.૩૨, રહે.ચમારડી) નામના શખ્સે એકલતાનો લાભ લઈ બાળકી સાથે અડપલાં કર્યાં હતા જ્યારે તેના ભાઈ હરેશ બાબુભાઈ વાઘેલાએ સાહેદને ફોન કરી ધમકી આપી મદદગારી કરી હતી. બનાવ અંગે સગીરાની માતાએ વલ્લભીપુર પોલીસ મથકમાં દિનેશ બાબુભાઈ વાઘેલા અને હરેશ બાબુભાઈ વાઘેલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીઓને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.