New Delhi તા.7
પાટનગરમાં મહિલા સાંસદના ગળામાંથી સોનાની ચેન ખેંચી જવાની ઘટનામાં આખરે દિલ્હી પોલીસે સ્કુટર સવારને ઓળખી લીધો છે અને તેની ધરપકડ પણ કરી છે પાટનગરના ચાણકયપુરી જેવા સુરક્ષીત ગણાતા વિસ્તારમાં પોલેન્ડની દુતાવાસ કચેરી પાસે મોર્નીંગ વોકમાં નિકળેલા તામીલનાડુના મહિલા ધારાસભ્ય આર. સુધાના ગળામાંથી એક વ્યકિત ચેક ખેંચી નાસી છુટયો હતો.
અને તે મુદે દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા અંગે પણ પ્રશ્ન ઉભા થયા હતા. ઉચ્ચ ડીપ્લોમેટીક વિસ્તારમાં થયેલી આ ઘટનામાં પોલીસ માટે પડકાર ઉભો કર્યો હતો. જેમાં સીસી ટીવીના આધારે સ્કુટર સવાર મોતીબાગ વિસ્તાર બાજુ નાસી છુટયો હોવાનું બહાર આવ્યું હતું.
અંતે પોલીસે આ અપરાધમાં ઉપયોગમાં લેવાયેલ બ્લુ સ્કુટરના આધારે સ્કુટર સવારને શોધી લીધો હતો અને તેની ધરપકડ કરી છે. આ સ્કુટર સવાર ચેન સ્નેચીંગનો પણ રેકોર્ડ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે.