Rajkot.તા.30
મોરબી રોડ પરના વિસ્તારમાં રહેતી 14 વર્ષની વિદ્યાર્થિનીને તેના જ વિસ્તારમાં રહેતો નરાધમ એક વર્ષથી તેની પજવણી કરતો હોય જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરાના કાકાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેને સંકજામાં લીધો છે.
બનાવ અંગે મળેલ વિગત મુજબ, મોરબી રોડ પરના વિસ્તારમાં રહેતા આધેડ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પરના જ વિસ્તારમાં રહેતા રોહિત દડૈયા(ઉ.વ 20) નું નામ આપ્યું છે જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
વધુમાં યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની 14 વર્ષની બહેનની આરોપી છેલ્લા એક વર્ષથી પજવણી કરતો હોય સગીરા શાળાએ જતી ત્યારે વારંવાર તેનો પીછો કરતો હતો.
સગીરાએ પીછો ન કરવા અને હેરાન ન કરવા સમજાવવા છતા તેણે હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. ગઈકાલે અંતે આ શખસના ત્રાસથી કંટાળી જઇ સગીરાએ આ અંગે પોતાના ભાઈને વાત કરી હતી. બાદમાં પરિવારજનોને આ વાતનો ખ્યાલ આવ્યો હતો. ત્યાર બાદ આ મામલે આ શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાનું નક્કી કરી સગીરાના કાકાએ આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી રોહિત દંડૈયા સામે જરૂરી કાર્યવાહી કરી હતી. આ અંગે વધુ તપાસ રાઇટર સંદીપભાઈ અવાળીયા ચલાવી રહ્યા છે.

