Surendranagar,તા.17
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વિજળીયા ગામે રહેતા ભુપતભાઈ ચતુરભાઈ ઝાલા પોતાની છકડો રિક્ષામાં મુસાફરોના ફેરા કરીને ગુજરાન ચલાવે છે. તા. 3-10ના રોજ તેઓ થાન મુસાફરોના ફેરા કરવા ગયા હતા. જયાંથી સાંજના સમયે ઘરે આવીને ઘરની ખડકી પાસે છકડો મુકયો હતો. જયારે ગત તા. 4-10ના રોજ સવારે ધંધો કરવા માટે બહાર નીકળ્યા તો છકડો રિક્ષા હતી નહી.
આથી આસપાસ શોધખોળ કરવા છતાં છકડો રિક્ષા ન મળી આવતા અંતે તેઓએ થાન પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે રૂપીયા લાખની છકડો રિક્ષા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી.ત્યારે આ બનાવમાં પીઆઈ વી. કે. ખાંટના માર્ગદર્શનથી તપાસ અધિકારી આર.જી.બારૈયા સહિતની ટીમે છકડો રીક્ષા ચોરનાર મુળ વીજળીયાના અને હાલ જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલ આવાસમાં રહેતા 22 વર્ષીય રાહુલ પુનમભાઈ દાણાને ચોરીના છકડા રિક્ષા સાથે ઝડપી પાડીને વધુ તપાસ આદરી છે.