Morbi,તા.01
મોરબી શહેરમાં બે સ્થળેથી બાઈક ચોરી કરનાર ઈસમને એલસીબી ટીમે ઝડપી લઈને બે ચોરી થયેલા બાઈક રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મચ્છુ નદીના બેઠા પુલ પાસે ખાખરેચી દરવાજા પાસે એક ઇસમ શંકાસ્પદ બાઈક સાથે મળી આવતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બાઈક ચોરીનું હોવાનું ખુલ્યું હતું અને અન્ય એક બાઈક ચોરી કર્યાની પણ કબુલાત આપી હતી જેથી પોલીસે આરોપી મુસ્તાક અબ્દુલ ચાનિયા રહે કાલિકા પ્લોટ મોરબી વાળાને ઝડપી લઈને ચોરી થયેલ બે બાઈક કીમત રૂ ૭૦,૦૦૦ નો મુદામાલ રીકવર કર્યો છે અને એ ડીવીઝન પોલીસ મથકના બે ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ મથકમાં ત્રણ ગુના નોંધાઈ ચુક્યા છે