Rajkot,તા.01
મવડી ચોકડી નજીક આવેલ ગોડાઉનમાંથી તસ્કર રૂ. 1.44 લાખનો કોપર વાયરનો જથ્થો ઉઠાવી ગયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર મવડી બાયપાસ રોડ પર આવેલા આશ્રય કોમ્પ્લેક્સ સ્થિત જય દ્વારકાધીશ સોલાર નામના સોલાર સિસ્ટમના ભાડાના ગોડાઉનમાં ચોરીનો બનાવ બન્યો હતો. ગોડાઉનમાં એક પછી એક એમ ત્રણ વખત પ્રવેશ કરી તસ્કર કિંમતી કોપર વાયરની ચોરી કરી હતી. આ બનાવમાં તાલકા પોલીસે લાખાપર ગામે રહેતા અને સોલાર જોબવર્કનો વ્યવસાય કર તા વિજયભાઈ નિલેષભાઈ હુંબલ (ઉ.વ. ૨૦)ની ફરિયાદ નોંધી છે. તે તથા તેમના ભાગીદાર લક્ષિત વિરે ન્દ્રભાઈ કાપડીયાએ ગોડાઉનમાં વાયરિંગને લગતો સામાન રાખેલો હતો. તસ્કરો અવારનવાર ગોડાઉનમાં ત્રાટકીને કુલ રૂ. – ૧,૪૪,૦૦૦ની કિંમતનો પોલીકેબ કંપનીનો કિંમતી કોપર વાયર ચોરી ગયા હતા. તસ્કરોએ ગોડાઉન પર એક જ પખવાડિયામાં ત્રણ અલગ-અલગ તારીખે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રથમ ચોરી તા. ૧૬/૦૮ની રાત્રિથી તા. ૧૭/૦૮ના સવાર દરમિયાન થઈ હતી. જેમાં રૂ. ૧૧,૪૦૦ની કિંમતનો ૩૮ કિલોગ્રામ કોપર વાયર ના ટુકડા ભરેલા કોથળા ચોરાયા હતા. ત્યારબાદ તા. ૨૩/૦૮ના રાત્રિથી તા. ૨૪/૦૮ ના સવાર દરમિયાન તસ્કરો ફરી ત્રાટક્યા હતા અને રૂ. ૯૬,૮૫૦ ની કિંમતનો ૧૪૯૦ મીટર એ.સી. કેબલ ચોરી ગયા હતા. આટલેથી ન અટકતાં તસ્કરોએ તા. ૩૦/૦૮/૨૦૨ ૬ની સાંજે ગોડાઉન બંધ કર્યા બાદ તા. ૩૧/૦૮ની વહેલી સવારે જોતાં રૂ. ૩૫, ૭૫૦ની કિંમતનો ૬૫૦ મીટર ડી.સી. કેબલ પણ ચોરી ગયાહતાં. શરૂઆતના બે બનાવો વખતે ભાગીદારોએ પોલીસમાં જાણ કરી ન હતી, પરંતુ ગઇકાલે ૩૧મીએ ત્રીજી વખત ચોરી થતાં અંતે પોલીસ ફરિયાદ કરી હતી. ઘટનાને પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ બી આર ભરવાડની ટીમે તાત્કાલિક તસ્કરને સકંજામાં લઇ મુદ્દામાલ રિકવર કરવા તજવીજ આદરી હતી.

