Jetpur,તા.26
જેતપુરના નવાગઢમાં આવેલા દાસી જીવણપરા વિસ્તારમાં રહેતો સાગર ચનાભાઇ પરમાર નામના શખ્સે તેના મકાનની બાજુમાં આવેલી ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી જેતપુર ઉદ્યોગ નગર પોલીસને મળી હતી. બાતમીના પગલે ઉદ્યોગ નગર પોલીસ ની ટીમે ઓરડીમાં વિદેશી દારૂનો દરોડો પાડી, વિદેશી દારૂના ૪૮ ચપલા સાથે સાગર ચનાભાઈ પરમાર નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે.
કાલાવડ ગામે જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા
કાલાવડ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, જીવાપર રોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે જાહેરમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા છ.પોલીસે બાતમીના પગલે જુગાર નો દડો પાડી, જુગટુ રમતા નાનકપુરીના જયેશ કરસનભાઈ સારોલીયા, જસાપર ગામનો સાગર મનસુખભાઈ મકવાણા અને કાલાવડ ગામે મ્યુનિસિપાલટી હાઈસ્કૂલ પાસે રહેતો સુનિલ મનોજભાઈ સોલંકી નામના શખ્સોને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૧૦.૨૦૦ની રોકડ કબ્જે કરી છે. આ દરોડાની કામગીરી પી.આઈ એન વી આંબલીયા, હેડ કોસ્ટેબલ ધાનાભાઈ મોરી, જીતેન્દ્રભાઈ પાઘડાર, કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, સંજયભાઈ બાલીયા, પ્રકાશભાઈ મકવાણા અને ભારતીબેન વાડોડિયા સહિતનો સ્ટાફે બજાવી છે.