Morbi,તા.31
મીતાણા ગામે આઈપીએલ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ અને ૪ મોબાઈલ સહીત કુલ રૂ ૧૨,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય બે આરોપીના નામો ખુલતા તપાસ ચલાવી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન બાતમીને આધારે મીતાણા ગામે રામજી મંદિર વાળી શેરીમાં રેડ કરી હતી જ્યાં આરોપી કિશન મગન બસિયા IPL ના SRH અને DC વચ્ચે ચાલતા ટી ૨૦ મેચ પર લાઈવ સ્કોલર નિહાળી રન ફેરનો જુગાર રમતા મળી આવ્યો હતો જે આરોપીને ઝડપી લઈને રોકડ રૂ ૧૮૦૦ અને ૪ મોબાઈલ કીમત રૂ ૧૧ હજાર સહીત કુલ રૂ ૧૨,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય આરોપીઓ સાગર લાખાભાઈ બસિયા અને વિક્રમ જેઠાભાઈ બસિયા રહે બંને મીતાણા વાળાના નામો ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે