Jamnagar,તા.23
જામનગરમાં સરકારી જી.જી. હોસ્પિટલ ના ગેઇટ પાસે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન લાલપુર નો વતની અકરમ અલારખાભાઈ ખફી નામનો શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ ઉપર રનફેર નો સટ્ટો રમતાં મળી આવ્યો હતો. પોલીસ દ્વારા અકરમ ખફીની અટકાયત કરી લઇ તેની પાસેથી રૂપિયા ૮૦૦ ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનું સાહિત્ય કબ્જે કરી લેવામાં આવ્યું છે, અને તેની સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારા ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.