Morbi,તા.15
મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર સોરીસો ચોકડી પાસેથી બલેનો કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલ જથ્થો લઇ જતા ઈસમને ઝડપી લઈને પોલીસે દારૂ અને કાર સહીત ૬.૮૪ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લખધીરપુર ગામ બાજુથી એક કાળા કલરની બલેનો કાર જીજે ૧૩ સીઈ ૪૦૦૩ વાળીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોરબી આવનાર હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને લખધીરપુર રોડ પર સોરીસો ચોકડી પાસે બલેનો કારને ઝડપી લઈને કારમાંથી દારૂની ૧૨૦ બોટલ કીમત રૂ ૭૪,૪૪૮ કાર કીમત ૬ લાખ અને મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ રૂ ૬,૮૪,૪૪૮ નો મુદામાલ જપ્ત કરી આરોપી હાર્દિક રમેશભાઈ પલાણી રહે ચૂલી તા. ધ્રાંગધ્રા વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી મુન્નાભાઈ ભાલુભાઈ મેવાડા રહે સોલડી તા. ધ્રાંગધ્રા વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે