Morbi,તા.12
આઈપીએલ ક્રિકેટ ફીવર સાથે ક્રિકેટ સટ્ટો રમવાની સીઝન પણ જોવા મળી રહી છે સટ્ટોડીયાઓ મેચ પર સટ્ટો રમતા હોય છે ત્યારે એલસીબી ટીમે અયોધ્યાપુરી રોડ પરથી એક ઈસમને રોકડ અને મોબાઈલ સાથે ઝડપી લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે અયોધ્યાપુરી રોડ પર કોહીનુર રસની દુકાન પાસે રેડ કરી હતી જ્યાં આરોપી કાસમ ઉર્ફે ગાંધી મામદ દલ રહે વજેપર શેરી નં ૫ મોરબી વાળો આઈપીએલ ચેન્નાઈ-કલકત્તા વચ્ચે ટી ૨૦ મેચ પર હારજીતનો જુગાર રમતા ઝડપાયો હતો આરોપી પાસેથી રોકડ રૂ ૩૨૦૦ અને મોબાઈલ સહીત કુલ રૂ ૩૭૦૦ નો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપી રસીદ જુમા ચૌહાણ રહે જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી વાળાનં નામ ખુલતા એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે